જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
ઔદ્યોગિક કચરાને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
$(i)$ જૈવ વિઘટનીય કચરો : સુતરાઉ કાપડની મિલો, ખાદ્ય પદાર્થની બનાવટોના એકમો, કાગળ બનાવવાની મિલો અને કાપડની મિલો જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન કરે છે.
$(ii)$ જૈવ અવિઘટનીય કચરો : ઉષ્મીય વિદ્યુતમથક કે જે ઊડતી રાખ ઉત્પન્ન કરે છે તથા લોખંડ અને સ્ટીલનો સંયુક્ત પ્લાન્ટ જે વાતભઠ્ઠીની ઑગ અને પીગલીત સ્ટીલનો સંયુક્ત ઉત્પન્ન કરે છે. આ પદાર્થો જૈવ અવિઘટનીય કચરો છે. ઍલ્યુમિનિયમ, ઝિંક તથા કૉપરનું ઉત્પાદન કરનાર ઉદ્યોગ પંક $(Mud)$ અને છેવટનો અવશેષ $(Tailing)$ ઉત્પન્ન કરે છે. ખાતર ઉદ્યોગો જિપ્સમ પેદા કરે છે. ધાતુઓ, રસાયણો, દવાઓ, રંગકો, કીટનાશકો, રબર વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો અતિજવલનશીલ પદાર્થો, મિશ્રિત વિસ્ફોટકો અથવા અપ્રતિક્રિયાત્મક પદાર્થો ઉત્પન્ન કરે છે.
ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના પ્રકારો જણાવો.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?
ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે ઓઝોન પૃથ્વીના સ્તરની આસપાસ સ્થાયી નથી થતો ?
એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?